MANDVI NEWS : માંડવી શ્રી ગુંસાઇ પંચ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામ ની સમાજવાડી, વાણીજય સંકુલ તથા અતિથિગૃહ ના નિર્માણ નું શિલાન્યાસ અગ્રણીઓના હાથે કરાયું..
દરિયાઈ શહેર માંડવીમાં (MANDVI) ગોસ્વામી સમાજ દ્વારા રાજ્યમાં સંભવત પ્રથમ વખત કોઈપણ દાતાઓના દાન વગર 11 કરોડના ખર્ચે અદ્યતન વાણિજ્ય સંકુલ,અતિથિગૃહ અને ગોસ્વામી સમાજ વાડી નું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે જેના શિલાન્યાસ વિધિ અને ભૂમિ પૂજન નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
સમાજવાડી અને અતિથિ ભવનના ભૂમિ પૂજન માં અગ્રણીઓ સહિત ગુંસાઈ સમાજ ના લોકો જોડાયા હતા પૂજન વિધિ નો લાભ લીધો હતો પૂજન વિધિ શાસ્ત્રી સંજય ટેવાણીએ સંપન્ન કરાવી હતી
ગુસાઈ પંચ ટ્રસ્ટી કમલગીરી દ્વારા ટ્રસ્ટ ની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કરાવ્યા હતા અને પધારેલા મહેમાનોને આવકાર્યા હતા
આ પ્રસંગે અખિલ ભારતીય ગોસ્વામી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત સચ્ચિદાનંદગીરી ગોસ્વામી દ્વારા આશિષ વચન આપતા પૂર્વજો દ્વારા આવી અનેકો મિલકતો અંગે વાત કરતા તેની જાળવણી કરવા સમાજના દરેક લોકોને અનુરોધ કર્યો હતો સાથે જ ગુંસાઈ પંચના ટ્રસ્ટી અને બિરદાવતા પ્રોજેક્ટ ચેરમેન સુરેશગીરી બી ગોસ્વામી અને ચેરમેન કમલગીરી કે ગોસ્વામીને સમાજ રત્ન એવોર્ડ આપી વિશેષ સન્માન કર્યું હતું
ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગોસ્વામી સમાજ ને શુભેચ્છાઓ આપી હતી. આવનારા સમયમાં ગોસ્વામી સમાજ વધુને વધુ પ્રગતિ શીલ બને તેવી આશા વ્યક્ત કરી હતી.
કચ્છ જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગીરી ગોસ્વામી એ ગુંસાઈ પંચની આ સિદ્ધિને બિરદાવતા માંડવી ગોસ્વામી સમાજ ને વખાણ્યા હતા આ સંકુલ ના નિર્માણ પામ્યા બાદ થતી આવક ને સમાજના યુવકોને શિક્ષણ તરફ પ્રેરવા અને યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગમાં લેવા સમાજને અપીલ કરી હતી.
આ પ્રસંગે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમૃતગીરી ઈશ્વરગીરી નારાયણ ગીરી હેમપુરી યુ ડી ઇન્ટરનેશનલના રઘુવીર સિંહ જાડેજા, ઉદયરાજસિંહ જાડેજા, રમેશગીરી મનોજપુરી, કેશવપુરી, જસ્મીન પુરી, અમિત ગીરી, દક્ષાબેન હિતેશગીરી, રાજેન્દ્ર ગીરી, માવજીભાઈ ગોસ્વામી સહિત ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે હેતલબેન સોનેજી, કિશોરગીરી, તુલસી ગીરી, ખુશાલગીરી ,ભરત ગીરી દર્શનગીરી સન્મુખ સિંહ જાડેજા ,એડવોકેટ કિર્તીભાઈ કાગતડા, મુકુંદ વોરા અમુલભાઈ દેઢિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ નું સંચાલન મનિષાબેન ગોસ્વામી કરેલ આભાર વિધિ મહિલા મંડળના પ્રમુખ કમલાબેન વિરેન્દ્રગિરીએ કરી હતી ગોસ્વામી સમાજ ની સમગ્ર ટીમ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
0 Comments